*મારે જાણવુ છે...ગુજરાત વિધાનસભા LIVE કરો...* ફેસબુક થી શરૂ થયેલો આ વિચાર એક જન આંદોલન બનવા તરફ જઈ રહ્યો છે. શું તમારે પણ જાણવુ છે?? આ અભિયાન કંઈ રીતે શરૂ થયું? *આ અભિયાન શરૂ કરનાર યુવાનો કોણ છે?* આ અભિયાન ની આગળ ની રણનિતિ શું છે? ગુજરાત વિધાનસભા LIVE કરવાથી શું ફાયદાઓ થશે? *આ તમામ સવાલો નાં જવાબ આપવા માટે જન આંદોલન નાં પ્રણેતા યુવાનો ફેસબૂક પર લાઈવ આવી રહ્યા છે.* તમે પણ તમારે કોઈ પ્રશ્નો હોય તો comment માં પુછિ શકો છો...


Popular posts
જનચેતના પાર્ટીએ આરોગ્ય વિભાગ દ્વારા તમામ જિલ્લાની સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્ર પર વિનામૂલ્યે માસ્ક વિતરણ થાય એવી મુખ્યમંત્રી પાસે માંગણી કરી આજરોજ જનચેતના પાર્ટી ના યુવા અધ્યક્ષ શ્રી દિવ્યેશ ચાવડા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને એક પત્ર લખી ને હાલની કોરોના વાઇરસ ની મહામારી ને ધ્યાને લઈને સાવચેતી ના પગલાં રૂપે સરકાર દ્વારા વિનામૂલ્યે માસ્ક વિતરણ શરૂ કરવા, આ સૂચના દરેક સમાચાર માધ્યમો માં પ્રસારિત કરવા અને બજારમાં ચાલતા માસ્ક ના કાળા બજાર અટકાવવા માટે મુખ્યમંત્રી શ્રી પાસે માંગણી કરી છે
Image
એપીએસી એક્ટની જોગવાઈઓ સરકારે સસ્પેન્ડ કરતાં ખેતી આધારીત ઉદ્યોગપતિઓને ખેડૂતો પાસેથી સીધી ખરીદવા વિનંતી. ●સાગરભાઈ રબારી (પ્રમુખ: ખેડૂત એકતા મંચ) ખેડૂતો ને ન્યાય કરવા સતત પ્રયત્નશીલ રહેતા ખેડૂત એકતા મંચ ગુજરાત પ્રમુખ સાગરભાઈ રબારી એ આ સંદેશ શક્ય એટલો વધુ શેર કરી કંપનીઓ સુધી પહોંચાડવામાં મદદ કરવા વિનંતી સાથે ઉદ્યોગપતિઓ ને આગ્રહ કર્યો કે, જે ઉદ્યોગ નાં લોકો તૈયાર નાસ્તાઓનાં પેકેટોના ધંધામાં છે, દા.ત. રિયલ, ગોપાલ વગેરે અને જે લોકો એગ્રો પ્રોસેસિંગના વ્યવસાયમાં છે તેમને જાહેર વિનંતી કરીએ છીએ કે એપીએસી એક્ટની જોગવાઈઓ સરકારે સસ્પેન્ડ કરી છે ત્યારે આપ સહુ ખેડૂતો પાસેથી સીધા ઘઉં-ચણા-જીરું-રાયડો વગેરે ખરીદવાનું શરુ કરો. જે ઉદ્યોગ નાં લોકો ફળોના પલ્પ અને સોસ બનાવી વેચે છે તે ખેડૂતો પાસેથી ફળો અને ટામેટા સહિતના શાકભાજી સીધા ખેડૂત પાસેથી ખરીદવાનું શરુ કરે. આ ખરીદી ટેકાના ભાવથી નીચે ના જ કરે એવી ખાસ વિનંતી. આપનો વ્યવસાય ખેત-પેદાશો આધારિત છે, હાલ ખેડૂત મુશ્કેલીમાં છે ત્યારે આપ સહુ ખેડૂતોની મદદ કરો એવી અમારી વિનંતી છે. કોઈ મુશ્કેલી હશે તો અમે શક્ય તમામ મદદ કરીશું. પરંતુ વહેલામાં વહેલી તકે આપ ખરીદી ચાલુ કરો એ સહુના હિતમાં છે. કોરોના લોકડાઉન માં ખેત પેદાશો હેરફેર, ફાર્મ મશીનરી અને તેનું રીપેરીગ, આવશ્યક માલસામાન ઉત્પાદન તથા વાહનો માં હેરફેરમાં રાજ્ય સરકાર દ્વારા છુટ અપાઈ છે ત્યારે, જે કોઈ મિત્રો/સાથીઓને આવી કંપનીઓ સાથે સંપર્ક હોય તો એમને સક્રિય કરવામાં મદદ કરે એવી ખાસ આગ્રહપૂર્વક વિનંતી કરતો સાગરભાઈ રબારી નો સંદેશ ખેડૂતો ને આર્થિક મજબૂતી આપશે અને ગુજરાત માં ખેતી નો નવો અધ્યાય સાબિત થશે.
Image
ભારત સરકાર કોરોના ની સારવાર ને માં અમૃતમ કાર્ડ અને આયુષ્યમાન ભારત યોજનામાં સમાવેશ કરી નિ:શુલ્ક કરવા પોરબંદર કલેકટર શ્રી ને આવેદનપત્ર પાઠવી ગુજરાત જનચેતના પાર્ટી એ કરી માંગ તા.23, જુલાઈ, પોરબંદર. આજ રોજ ગુજરાત જનચેતના પાર્ટી પોરબંદર દ્વારા લોકડાઉન ના કાયદા મુજબ સોશિયલ ડિસ્ટન્ટ જાળવી, પોરબંદર કલેકટર શ્રી ને આવેદનપત્ર પાઠવી કોરોના (Covid-19) ની સારવાર ને ભારત સરકાર માં અમૃતમ કાર્ડ અને આયુષ્યમાન ભારત યોજના માં સમાવેશ કરી નિ:શુલ્ક કરવાની ગુજરાત જનચેતના પાર્ટી નાં હોદ્દેદારો કાર્યકરો મા જી.જે.પી જીલ્લા પ્રેસિડન્ટ એડવોકેટ મહેશભાઇ નાંઢા તથા જનચેતના આઈટી કાઉન્સિલ જીલ્લા પ્રમુખ સવદાસભાઇ બાલસ તથા મહામંત્રી પરેશભાઈ ઉમરાણીયા તથા ઉપપ્રમુખ વિનુભાઈ ભુંડિયા તથા શહેર મંત્રી દલસુખભાઈ એ માંગ કરી છે. કોરોના મહામારી એ માજા મુકી છે. અમીર ગરીબ સૌ કોઈ આજે સંક્રમિત થઈ રહ્યા છે. સરકારી હોસ્પિટલો માં સારવાર માટે જગ્યા નથી. લોકો ભય નાં ઓથાર નીચે જીવી રહ્યા છે. ભારત માં કોરોના મહામારી નો ફેલાવો રોકવા લોકડાઉન કરવામાં આવ્યું જે સદંતર નિષ્ફળ ગયું છે. લોકડાઉન થી ધંધા રોજગાર બંધ રહેતા લોકો આર્થિક રીતે પાયમાલ બન્યા છે. કોરોના મહામારી માં આજે પણ ધંધા ઉદ્યોગ બંધ જેવી સ્થિતિ માં જ છે. લોકો આત્મહત્યા કરી જીવન ટૂંકાવી રહ્યા છે. આર્થિક પાયમાલી અને કોરોના મહામારી નાં વધતું સંક્રમણ વચ્ચે ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવાર લેવા મજબુરી નો ભય લોકો ને બતાવી રહ્યો છે. કોરોના ની મોંઘી સારવાર લેવા નો ભય દૂર કરવાનાં નિર્ણય લેવા માટે ભારત સરકાર આગળ આવે એ સમયની માંગ છે. સરકાર (Covid-19) ની સારવાર ને માં અમૃતમ કાર્ડ અને આયુષ્યમાન ભારત યોજનામાં સમાવેશ કરી નિ:શુલ્ક કરવા ગુજરાત જનચેતના પાર્ટી માંગણી છે. જનહિત માટે ની માંગ સ્વીકારાઈ એ અતી આવશ્યક છે. લોકો ની તકલીફો સમજી તાત્કાલિક કોરોના ની સારવાર માં અમૃતમ કાર્ડ અને આયુષ્યમાન ભારત યોજનામાં સમાવેશ કરી નિ:શુલ્ક કરવા અંગે કેટલો ઝડપથી નિર્ણય લેવામાં આવશે અને લોકો ને ક્યારે રાહત મળશે એ જોવું રહ્યું.
Image
કૃષિ પ્રધાન દેશ માં કોરોના કહેર વચ્ચે દેવા માફી કરી ખેડુત હિત નાં જોતી,સરકારે ૬૮૬૦૭ કરોડ માલેતુજાર નાં માફ કર્યા- રમણીક જાની સૌપ્રથમ તો જનતા પ્રત્યે આટલી હદે સંવેદના રાખવા બદલ વર્તમાન સંવેદનશીલ સરકારનો આભાર, કારણ કે સતત જનતાનું હિત જોતી સરકારે ફકત ૬૮૬૦૭ કરોડનો ગાળીયો જનતાના ગળામાં પહેરાવી દીધો છે, એક બાજુ કોરોના કહેર વચ્ચે સરકાર જનતા સામે દાન માટે હાથ ફેલાવે છે, જનતા દાન આપે પણ છે, બીજી બાજુ ૬૮૬૦૭ કરોડ માફ અને એ પણ કોના ? એ લોકોના કે જે ચોર છે, આ દેશનો ખેડુત આર્થિક સંકટના કારણે આત્મ હત્યા કરી જીવન ટુંકાવે છે, તો કેટલાક લોકો પૈસાના અભાવે સારવાર વગર મોતને ભેટે છે, ના તો એની વેદના કોઈને સંભળાય છે કે ના તો દેખાય છે, જયારે આવા માલેતુજારોને આવડી મોટી માતબર રકમમાં માફી? મારા મતે આ રકમ... (૧) આવડી મોટી રકમથી કલ્પસર યોજના સાકાર કરી શકાય અને સમગ્ર સૌરાષ્ટ્રને નવું જીવન આપી શકાયું હોત. (૨) આ મોટી રકમ થી કેનાલોના માધ્યમથી હજારો હેકટર જમીનમાં સિંચાઈનું પાણી પહોંચાડી શકાયું હોત. ખેડુતો નું હીત ઇચ્છતા રમણીકભાઈ એ જણાવ્યું કે લખવા બેસુ તો પાર નહિ આવે, ટુંકમાં જનતાને લોકડાઉનમાં ૧૦૦ રૂપિયાનુ રાશન મહિના માટે આપવા લાઈનમાં ઉભા રાખી ને ૬૮૬૦૭ કરોડનુ દેશ ની તિજોરી માંથી ફુલેકુ ફેરવી નાખ્યુ, જનતા એ પણ યાદ રાખે કે ઢોલ હંમેશાં કન્યાની કેડ પર જ વાગે, આજે નહિ તો કાલે આ બોજનું વહન જનતાએ જ કરવાનું છે માટે જનતા પોતાની આંખો ખોલે, મહામારી માં સૌની આધાર ખેતી બની રહી એવા ખેડુતો નાં હીત ની સરકાર બનાવવા નોઁ દ્રષ્ટિકોણ કેળવીએ. એજ કૃષિ પ્રધાન દેશ ની માંગ છે. એમ કિસાન ક્રાંતિ ટ્રષ્ટ મહામંત્રી રમણીકભાઈ જાની એ ચિંતન સાથે ટકોર કરી છે.
Image