ખેડૂતો માટે લડતા લખનભાઈ મુસાફરી ને હદપાર કરનાર સરકાર ને આડે હાથ લેતા ગુજરાત સહીત ભાવનગર જિલ્લાના ખેડુત આગેવાનો એ સરકાર ને કર્યા સણસણતા સવાલ. 👉 સાચા ગુજરાતી અને ખેડૂત આદીવાસીનુ ભલું ઇચ્છતા હોવ તો લખનભાઇ મુસાફરીના ઉપરના ફોટા સાથે આ લેખ આખો વાંચજો અને બીજાને મોકલજો હો ભુલતા નહીં કુમળી અને સગીર વયની સરકારના સમ. સાથે સાથે ગાંધી સરદારનાં ગુજરાતનું ગૌરવ મનમાં ધરાવતા હોઇએ તો આ ૭૮૨૭૧૦૦૩૦૦ નંબરમા મીસકોલ કરો મફતમાં છે હો ભુલતા નહીં. 🪂 લખનભાઇ મુસાફરી. સાગરભાઇ રબારી. ભરતસિંહ પી તરેડી. હરીભાઈ દેસાઈ. ઈસુદાનભાઇ ગઢવી. કૃષ્ણકાતભાઇ. જયેશભાઇ પાલ. ભરતસિહ ઝાલા. અનેક પત્રકારો. રતનસિહ ડોડીયા. અશોકભાઇ ભાલીયા (ખડસલીયા), મુન્નાભાઈ કાંબડ (ભાવનગર) તેમજ અનેક ‌ખેડૂતો અને આદીવાસી સાથીઓ વિગેરેએ ગેર કાયદેસર મંડળી રચીને પોતાની હવસખોરી સંતોષવા સાથે મળીને કુમળી સગીર વયની સરકાર અને ૩૭૦ વર્ષ જુની અંગ્રેજી વૃધ્ધા તંત્ર ઉપર ખુલ્લો જાહેરમાં રોજ વારેવારે બળાત્કાર ગુજારે છે તેથી આ તમામ આરોપીને સજાએ મોત ફાંસીની સજા થવી જોઈએ. 👳🏻‍♀આ રીઢા આરોપી ધરપકડ. નજરકેદ. તડીપાર. જેલ જેવી સામાન્ય સજાઓથી સુધરે તેમ નથી તેથી આ ગુનેગારોને બે પાંચ દિવસમાં કુમળી વયની સરકાર ઉપર રોજ બળાત્કાર ગુજારે છે તેવા સરકારી બાબુજીઓ કાગળો તૈયાર કરે અને સરકાર ઉપર બળાત્કાર કરનારા આ ગુનેગારોને જલ્દી ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવે તોજ આ‌ કુમળી વયની સરકાર ને વૃધ્ધા તંત્રનો ‌અને બીચારા ભીખારી ‌ઉધ્યોગપતિઓ નો છુટકારો થાય તેમ છે. 🥳‌ વાહ‌ જોકર જેવી જુલ્મી સરકાર ને સરકારી બાબુજીઓ‌ ખોટા કેસો કરશો તો તમને કોરોના રોગ થાશે. 👆 લખનભાઇ મુસાફરીનો ઉપરનો ફોટો જુઓ તેના શરીરનું એક પણ અંગતો શું એક વાળ કે રૂવાટીમા પણ આતંકવાદી કે અસામાજિક તત્વ જેવો છાંટો એ નથી છતાં આ‌ સરકારના બાબુઓ એ લખનભાઇ‌ અસામાજિક તત્વ છે અને આતંકવાદી જેવા કામો કરવા ટેવાયેલા છે. તેવો અધિકારીએ રીપોર્ટ કરી અનેક જીલ્લાઓ માંથી લખનભાઇ ને તડીપાર કરાયા. લખનભાઇ મુસાફરી આદીવાસીઓ અને ખેડુતોના કામો કરે છે એ સરકારને અને તંત્રને આંખમાં કંણુ ખટકે તેમ‌ ખટકે છે. આ સરકાર હવે વગર મોતે મરવાની થઈ તે નક્કી. 👉 લખનભાઇ મુસાફરીને હું વર્ષોથી ઓળખું છું મહુવામા નીરમા હટાવો. મીઠી વીરડી અણું મથક હટાવો. બાડી પડવા ‌આદોલન. બાંભોર કોટડા અલ્ટ્રાટેકે હટાવો. મેથળા બંધારો ‌બનાવો વિગેરે ‌અનેક આદોલનોના સાથી‌ છે. 🥜 એ કુમળી ને સગીર સરકાર મગફળી ખરીદીમાં કાંકરા. ઢેફા કચરો લખનભાઇ મુસાફરી નાખી ગ્યા? 🥜🔥 કચ્છ.ગોંડલ.રાજકોટ‌ વિગેરે મગફળીના ગોડાઉનમાં આગ લખનભાઇ મુસાફરીએ લગાવી? 👉 નર્મદાની કેનાલોમાં રોજ ગાબડાં લખનભાઇ મુસાફરી પાડે છે? ૫૦ ને ૨૦ કરોડમાં ધારાસભ્યો લખનભાઇ ખરીદવા જાય છે? ખેડૂતોનો પાક વીમો લખનભાઇ ચાવ કરી ગ્યા? સરકાર ભાઈ ને તંત્ર ભાઈ જવાબ તો આપો તમારા બાપના સમ છે. 👉 સરકાર ને તંત્રના સમ આ વાત બીજાને મોકલજો ભુલતા નહીં હો અને પાચં કરોડથી વધારે ગુજરાતીઓનુ ભલુ ઇચ્છતા હોવ તો આ ૭૮૨૭૧૦૦૩૦૦ નંબરમા મીસકોલ કરો અને બાકી રહી ગયા હોય એને ભલામણ કરો. એમ વાળા ભરતસિંહ પોપટભા તરેડી જીલ્લા પ્રમુખ ખેડુત એકતા મંચ ભાવનગર.(મો ૯૩૭૪૧૫૫૮૬૧) લખી જણાવે છે.


Popular posts
એપીએસી એક્ટની જોગવાઈઓ સરકારે સસ્પેન્ડ કરતાં ખેતી આધારીત ઉદ્યોગપતિઓને ખેડૂતો પાસેથી સીધી ખરીદવા વિનંતી. ●સાગરભાઈ રબારી (પ્રમુખ: ખેડૂત એકતા મંચ) ખેડૂતો ને ન્યાય કરવા સતત પ્રયત્નશીલ રહેતા ખેડૂત એકતા મંચ ગુજરાત પ્રમુખ સાગરભાઈ રબારી એ આ સંદેશ શક્ય એટલો વધુ શેર કરી કંપનીઓ સુધી પહોંચાડવામાં મદદ કરવા વિનંતી સાથે ઉદ્યોગપતિઓ ને આગ્રહ કર્યો કે, જે ઉદ્યોગ નાં લોકો તૈયાર નાસ્તાઓનાં પેકેટોના ધંધામાં છે, દા.ત. રિયલ, ગોપાલ વગેરે અને જે લોકો એગ્રો પ્રોસેસિંગના વ્યવસાયમાં છે તેમને જાહેર વિનંતી કરીએ છીએ કે એપીએસી એક્ટની જોગવાઈઓ સરકારે સસ્પેન્ડ કરી છે ત્યારે આપ સહુ ખેડૂતો પાસેથી સીધા ઘઉં-ચણા-જીરું-રાયડો વગેરે ખરીદવાનું શરુ કરો. જે ઉદ્યોગ નાં લોકો ફળોના પલ્પ અને સોસ બનાવી વેચે છે તે ખેડૂતો પાસેથી ફળો અને ટામેટા સહિતના શાકભાજી સીધા ખેડૂત પાસેથી ખરીદવાનું શરુ કરે. આ ખરીદી ટેકાના ભાવથી નીચે ના જ કરે એવી ખાસ વિનંતી. આપનો વ્યવસાય ખેત-પેદાશો આધારિત છે, હાલ ખેડૂત મુશ્કેલીમાં છે ત્યારે આપ સહુ ખેડૂતોની મદદ કરો એવી અમારી વિનંતી છે. કોઈ મુશ્કેલી હશે તો અમે શક્ય તમામ મદદ કરીશું. પરંતુ વહેલામાં વહેલી તકે આપ ખરીદી ચાલુ કરો એ સહુના હિતમાં છે. કોરોના લોકડાઉન માં ખેત પેદાશો હેરફેર, ફાર્મ મશીનરી અને તેનું રીપેરીગ, આવશ્યક માલસામાન ઉત્પાદન તથા વાહનો માં હેરફેરમાં રાજ્ય સરકાર દ્વારા છુટ અપાઈ છે ત્યારે, જે કોઈ મિત્રો/સાથીઓને આવી કંપનીઓ સાથે સંપર્ક હોય તો એમને સક્રિય કરવામાં મદદ કરે એવી ખાસ આગ્રહપૂર્વક વિનંતી કરતો સાગરભાઈ રબારી નો સંદેશ ખેડૂતો ને આર્થિક મજબૂતી આપશે અને ગુજરાત માં ખેતી નો નવો અધ્યાય સાબિત થશે.
Image
ખેડુતો ની ખેતપેદાશ વેચાણ, મજુર, પશુપાલક, શ્રમજીવીઓ, બેરોજગારો, લઘુઉદ્યોગ ને આર્થિક સહયોગ કરો. ગુજરાત જનચેતના પાર્ટી ની ગુજરાત સરકાર ને કરાઈ રજુઆત. તા.8 એપ્રિલ, ગાંધીનગર. કોરોના મહામારી સામે લડવા દેશ માં લોકડાઉન કરવાથી ગુજરાત રાજ્ય નાં જનહીત માટે ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા મુખ્યમંત્રીશ્રી ને પત્ર પાઠવી ખેડુતો ની ખેતપેદાશ વેચાણ વ્યવસ્થા કરવા, મજુર, પશુપાલક, શ્રમજીવીઓ, બેરોજગારો લઘુઉદ્યોગ ને આર્થિક સહયોગ કરવા તથા ઉચ્છ અભ્યાસુ વિદ્યાર્થીઓ માટે યોગ્ય નિર્ણય કરવા ની રજુઆત કરવામા આવી છે. 1) ખેડૂતો ને પોતાની ખેત પેદાશો વેચવા માટે મહાનગરો તથા મોટા શહેરો માં વોર્ડ વાઈઝ ત્રણ થી ચાર હાલ ખાલી પડેલ જગ્યા પર ખેડૂત હાટ બનાવી પોલીસ રક્ષણ સાથે વ્યવસથા કરો. 2) મહાનગરો તથા મોટા શહેરો માં ફાળવેલ ખેડુત હાટ સ્થળ સુધી ખેત પેદાશ પહોંચાડવા હેર ફેર કરવા ગામના તલાટી મંત્રી ની મંજુરી દાખલા કાઢી આપો. 3) રેશનકાર્ડ ધારક એવા 56 લાખ પરીવારો ને વિના મુલ્યે ફાળવેલ અનાજ રાશન માં હલકી ગુણવત્તા ના જથ્થા માં સુધારા સાથે રેશનકાર્ડ હોશ છતાં પૂરવઠો ન મળેલ તેમજ રેશનકાર્ડ વિહોણા જરૂરીયાત મંદ પરીવારો ને ઝડપથી મફત રાશન ફાળવો. 4) કીસાન યોજના મુજબ ખેડુતો ના બેંક ખાતા મા જમા થયેલ નાણાં મુજબ શ્રમજીવી કુંભાર, વાળંદ, બાબર, મોચી, દરજી, લુહાર, સુથાર, માલધારી, ખેતમજુરો, રત્નકલાકારો તથા રિક્ષા વાહન મજુરો ને કેશડોલ થી નાંણા ફાળવો. 5) રાજ્ય નાં બેરોજગાર યુવાનો ને સ્પે. પેકેઝ જાહેર કરી તત્કાળ રોજગારી ભથ્થુ ફાળવો. 6) માધ્યમિક, ઉ. માધ્યમિક તથા સ્નાતક કક્ષાએ અભ્યાસ કરતાં વિદ્યાર્થિઓ લોકડાઉન ના કારણે પોતાના અભ્યાસ વર્ષ અંગે ચિંતિત છે, પ્રાથમિક ના વિદ્યાર્થિઓ ની જેમ આવા વિદ્યાર્થિઓ ને ભવિષ્ય ની ચિંતા અંગે નિર્ણય જાહેર કરો. 7) રાજ્ય નાં લઘુઉદ્યોગ ધંધાર્થીઓ માટે વિશેષ રક્ષણાત્મક પેકેઝ ફાળવો. સાત મુદ્દા રજૂઆત માં દેશ અને રાજ્ય નાં જરૂરીયાત મંદ લોકો ની ગુજરાત જનચેતના પાર્ટી ને ધ્યાને આવેલ સમસ્યા ને નિવારવા મુખ્યમંત્રીશ્રી અંગત રસ દાખવે અને જનહીત ની માંગણીઓ સંતોષશે એવી રાષ્ટ્રીય અધ્યક્ષ દિવ્યેશભાઈ ચાવડા ની રજૂઆત સફળ થશે તો રાજ્ય ની ગરીબ જનતાને ખૂબ સહયોગ મળશે.
Image
કોરોના લોકડાઉન અસરગ્રસ્ત લોકો ને રાજય સરકાર કેશડોલ (રોકડ સહાય) આપે. ગુજરાત જનચેતના પાર્ટી નાં રાષ્ટ્રીય સંયૉજક મનુભાઈ ચાવડા ની માંગણી. સુરત,ગુજરાત.તા.17,4,2020, કોરોના મહામારી થી બચવા સરકાર દ્વારા લગભગ બે મહિના લોકડાઉન જાહેર કરવાનોઁ નિર્ણય કરેલ છે. આવશ્યક સેવાઓ સિવાય નાનાં ધંધા રોજગાર, હીરા-એમ્રોડરી કારખાના, પાન ગલ્લા, રીક્ષા, ટેમ્પા જેવા રોજનું પેટિયું રળવા નાં ધંધા બંધ રહેવા થી રત્નકલાકારો, મજુરો વગેરે અસરગ્રસ્તો ની આજીવિકા છીનવાઈ રહી છે. કોરોના મહામારી ને સરકાર દ્વારા ડિજાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કુદરતી આફત વ્યવસ્થાપન માં લેવાનું જાહેર કરેલ છે. ત્યારે કોરોના મહામારી અંગે કરાયેલ લોકડાઉન માં આજીવિકા ગુમાવનાર અસરગ્રસ્ત લોકો નું જીવન આર્થીક રીતે ખૂબ જ દયનીય બની રહ્યુ છે. ગુજરાત સરકાર ડિજાસ્ટર મેનેજમેન્ટ એક્ટ સંદર્ભ (2) નાં ઠરાવ ફકરા- 3 મુજબ તમામ આજીવિકા ગંભીર પ્રભાવિત લોકો નું દુઃખ હળવું કરવા માટે કેશડોલ (દૈનિક રોકડ સહાય) ફાળવી આપવા ગુજરાત જનચેતના પાર્ટી માંગણી કરે છે એમ રાષ્ટ્રીય સંયૉજક મનુભાઈ ચાવડા એ અખબારી નિવેદન માં જણાવ્યું છે. ગુજરાત ની સંવેદનશીલ સરકાર લોકો નોઁ જીવન સહારો બનવા કેટલી સંવેદના દાખવશે એ જોવું રહ્યુ.
Image
કોરોના લોકડાઉન થી પાયમાલ લોકો ને ૧૦૦૦ રૂ. દંડ લુંટ સામે ગુજરાત જનચેતના પાર્ટી જેસર દ્વારા માસ વિતરણ કરી અનોખો વિરોધ કરાયો તા. 12, ઓગસ્ટ, જેસર જાન્યુઆરી મહિનામાં આવેલી કોરોના મહામારી ની જાહેરાત છતાં 24 મી ફેબ્રુઆરી સુધી નમસ્તે ટ્રમ્પ કરી ને દેશ ને મહા મુશ્કેલ સ્થિતિમાં મુકાવા થી લઈને 75 દિવસ અસહ્ય લોકડાઉન કરીને પણ કોરોના સંક્રમણ ને નાથવામાં નિષ્ફળ તંત્ર અને સરકાર નાં પાપે આજે દેશમાં 23લાખ થી વધું કેસ થયાં છે અને 43 હજાર થી વધું મૃત્યુ થયા છે. લોકો ધંધા રોજગાર ઠપ થતાં આર્થિક રીતે પાયમાલ બન્યા છે. ખિચા ખાલી, ધંધા રોજગાર બંધ ની હાલત માં અનેક પરીવાર નું જીવન દોહ્યલું બની ગયું છે. પરીવાર નાં ભરણપોષણ માટે મથતો ભાનભુલેલ જનતા ક્યારેક માસ પહેરવાનું ભૂલે એ સ્વાભાવિક છે. તો માસ ન પહેરવા નો સરકારે પ્રથમ 200 રૂ. બાદ માં 500 રૂ. દંડ ઓછો હતો તો હવે દંડ લુંટ યોજના માં વધારો કરી એ 1000 રૂ. કરાયો છે. જેનો સમગ્ર રાજ્યમાં વિરોધ ઉઠી રહ્યો છે. જેસર શહેર માં દંડલુંટ યોજના નાં કડક અમલીકરણ થી પોલીસ અને જનતા વચ્ચે સંઘર્ષ ની અનેક ઘટનાઓ બની છે. તે સંજોગોમાં ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા દંડ લુંટ નો હકારાત્મક વિરોધ કર્યો હતો. વિશેષ લખાણ સાથે નાં માસ વિતરણ કરી જનતા ને જાગૃત કરવા અને સરકાર દંડ લુંટ બંધ કરી જનતા સાથે ક્રુર નાં બને તેવો સંદેશ આપતાં કાર્યક્રમ માં રાષ્ટ્રીય સંયોજક મનુભાઇ ચાવડા, શહેર પ્રમુખ વિપુલભાઈ ગોંડલિયા, કાર્યાલય મંત્રી ગોરધનભાઈ ડાભી ની હાજરી માં યોજાયો હતો જેમાં અનેક લોકો ઉત્સાહભેર જોડાયા હતા. કોરોના મહામારી અને અસહ્ય દંડ વચ્ચે જજુમતી જનતા પ્રત્યે સરકાર સંવેદના દાખવે અને દંડ લુંટ યોજના બંધ કરે છે કે લોકો નાં દાઝ્યા પર ડામ દેવાનું ચાલુ રાખે છે એ જોવું રહ્યું.
Image
ભારત સરકાર કોરોના ની સારવાર ને માં અમૃતમ કાર્ડ અને આયુષ્યમાન ભારત યોજનામાં સમાવેશ કરી નિ:શુલ્ક કરવા પોરબંદર કલેકટર શ્રી ને આવેદનપત્ર પાઠવી ગુજરાત જનચેતના પાર્ટી એ કરી માંગ તા.23, જુલાઈ, પોરબંદર. આજ રોજ ગુજરાત જનચેતના પાર્ટી પોરબંદર દ્વારા લોકડાઉન ના કાયદા મુજબ સોશિયલ ડિસ્ટન્ટ જાળવી, પોરબંદર કલેકટર શ્રી ને આવેદનપત્ર પાઠવી કોરોના (Covid-19) ની સારવાર ને ભારત સરકાર માં અમૃતમ કાર્ડ અને આયુષ્યમાન ભારત યોજના માં સમાવેશ કરી નિ:શુલ્ક કરવાની ગુજરાત જનચેતના પાર્ટી નાં હોદ્દેદારો કાર્યકરો મા જી.જે.પી જીલ્લા પ્રેસિડન્ટ એડવોકેટ મહેશભાઇ નાંઢા તથા જનચેતના આઈટી કાઉન્સિલ જીલ્લા પ્રમુખ સવદાસભાઇ બાલસ તથા મહામંત્રી પરેશભાઈ ઉમરાણીયા તથા ઉપપ્રમુખ વિનુભાઈ ભુંડિયા તથા શહેર મંત્રી દલસુખભાઈ એ માંગ કરી છે. કોરોના મહામારી એ માજા મુકી છે. અમીર ગરીબ સૌ કોઈ આજે સંક્રમિત થઈ રહ્યા છે. સરકારી હોસ્પિટલો માં સારવાર માટે જગ્યા નથી. લોકો ભય નાં ઓથાર નીચે જીવી રહ્યા છે. ભારત માં કોરોના મહામારી નો ફેલાવો રોકવા લોકડાઉન કરવામાં આવ્યું જે સદંતર નિષ્ફળ ગયું છે. લોકડાઉન થી ધંધા રોજગાર બંધ રહેતા લોકો આર્થિક રીતે પાયમાલ બન્યા છે. કોરોના મહામારી માં આજે પણ ધંધા ઉદ્યોગ બંધ જેવી સ્થિતિ માં જ છે. લોકો આત્મહત્યા કરી જીવન ટૂંકાવી રહ્યા છે. આર્થિક પાયમાલી અને કોરોના મહામારી નાં વધતું સંક્રમણ વચ્ચે ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવાર લેવા મજબુરી નો ભય લોકો ને બતાવી રહ્યો છે. કોરોના ની મોંઘી સારવાર લેવા નો ભય દૂર કરવાનાં નિર્ણય લેવા માટે ભારત સરકાર આગળ આવે એ સમયની માંગ છે. સરકાર (Covid-19) ની સારવાર ને માં અમૃતમ કાર્ડ અને આયુષ્યમાન ભારત યોજનામાં સમાવેશ કરી નિ:શુલ્ક કરવા ગુજરાત જનચેતના પાર્ટી માંગણી છે. જનહિત માટે ની માંગ સ્વીકારાઈ એ અતી આવશ્યક છે. લોકો ની તકલીફો સમજી તાત્કાલિક કોરોના ની સારવાર માં અમૃતમ કાર્ડ અને આયુષ્યમાન ભારત યોજનામાં સમાવેશ કરી નિ:શુલ્ક કરવા અંગે કેટલો ઝડપથી નિર્ણય લેવામાં આવશે અને લોકો ને ક્યારે રાહત મળશે એ જોવું રહ્યું.
Image